Home> India
Advertisement
Prev
Next

આસામમાં પહેલીવાર ઉનાળામાં પુરે મચાવી તબાહી, ડિબ્રુગઢમાં 50,000 લોકો બેઘર

આસામના ગુવાહાટી શહેરથી લગભગ 465 કિમી દૂર આવેલા ડિબ્રુગઢ જિલ્લાનો છાબુઆ વિસ્તાર હાલ પુરની ચપેટમાં છે.

આસામમાં પહેલીવાર ઉનાળામાં પુરે મચાવી તબાહી, ડિબ્રુગઢમાં 50,000 લોકો બેઘર

ગુવાહાટી: આસામના ગુવાહાટી શહેરથી લગભગ 465 કિમી દૂર આવેલા ડિબ્રુગઢ જિલ્લાનો છાબુઆ વિસ્તાર હાલ પુરની ચપેટમાં છે. આસામમાં ઉનાળાની સિઝનમાં પહેલીવાર પુર આવ્યું છે. આ પુરની ચપેટમાં આસામના મુખ્યમંત્રી સર્વાનન્દ સોનોવાલનું પૈતૃક ગામ છાબુઆ આવી ગયું છે. ઉપરી આસામના ડિબ્રુગઢ અને અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદના કારણે બ્રહ્મપુત્રનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. જળસ્તર વધવાના કારણે ડિબ્રુગઢનો છાબુઆ વિસ્તાર સંપૂર્ણ રીતે પૂરની ચપેટમાં આવી ગયો છે. 

fallbacks

VIDEO: પિત્રોડાના નિવેદનને રાહુલ ગાંધીએ શરમજનક ગણાવતા PM મોદીએ કર્યો કટાક્ષ

ખેડૂતોનો સેંકડો હેક્ટરમાં ઊભેલો પાક બરબાદ થઈ ગયો છે. પુરથી 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું કહેવાય છે. ગામના લોકો પશુઓને લઈને ઊંચી જગ્યાઓ પર શરણ લેવા મજબુર થઈ રહ્યાં છે. સેંકડો લોકો ડિબ્રુગઢ શહેર તરફ પલાયન કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

છાબુઆના ગ્રામીણો ખેતરો પાણીથી ડૂબાડૂબ થવાથી ખુબ નુકસાન પહોંચ્યું છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી સર્વાનન્દ સોનોવાલે પોતે ઉપરી આસામના માજુલી જિલ્લા અને ડિબ્રુગઢમાં જીને પુરની સ્થિતિની સમીક્ષા કરતા પ્રશાસનને યુદ્ધસ્તરે લોકોને રાહત સામગ્રી પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More